3 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનુરાધા નક્ષત્રને કારણે અમૃત નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિ માટે નવી શરૂઆત કરવા માટે દિવસ શુભ છે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. સિંહ રાશિ માટે ગ્રહ સ્થિતિ સારી રહેશે. નોકરિયાત વર્ગને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. ધન રાશિ માટે દિવસ લાભદાયી છે. રોકાણ માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત કન્યા રાશિને મહેનત પ્રમાણે ફળ મળશે નહીં. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
3 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે.
નેગેટિવઃ– વ્યક્તિગત કામ વધારે રહેવાના સાથે થોડો સમય ઘરના લોકો માટે પણ કાઢો. તમારા ગુણોનો પોઝિટિવ ઉપયોગ કરો. કોઈપણ ખાસ કામ કરતી સમયે દરેક સ્તર અંગે વિચારવું.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા યોગ્ય નથી.
લવઃ– લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે થોડી સુસ્તી અનુભવ થશે.
—————————-
વૃષભઃ–
પોઝિટિવઃ– જો પ્રોપર્ટીની ખરીદી કરવાની યોજના ચાલી રહી છે તો તેને લગતો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. પારિવારિક સુખ-સુવિધાઓની સામગ્રી ખરીદવામાં સમય પસાર થશે.
નેગેટિવઃ– ખોટી ગતિવિધિઓમાં ખર્ચ રહેવાના કારણે સમસ્યા આવી શકે છે, આ વાતનું ધ્યાન રાખો. ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે.
વ્યવસાયઃ– વેપારમાં થોડી નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.
લવઃ- પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
સ્વાસ્થ્યઃ– અસંતુલિત ભોજન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
—————————-
મિથુનઃ–
પોઝિટિવઃ– આજે અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. માત્ર વિશ્વાસ અને મહેનત કરવાની જરર છે. કોઈ પારિવારિક આયોજનને લગતી યોજના બની શકે છે.
નેગેટિવઃ– કોઈ નજીકના મિત્ર સાથે થોડા મનમુટાવની સ્થિતિ થવાની શક્યતા છે. તેની અસર તમારી ઊંઘ અને માનસિક શાંતિ ઉપર પણ પડી શકે છે. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લો.
વ્યવસાયઃ– સમય અનુકૂળ છે. માર્કેટિંગને લગતી જાણકારી તમારા વેપાર માટે સારી રહેશે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મીઠો વિવાદ થઈ શકે છે
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
—————————-
કર્કઃ–
પોઝિટિવઃ– તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ સમય છે. ભરપૂર કોશિશ કરો. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યા મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી ઉકેલવામાં સફળતા મળશે.
નેગેટિવઃ– જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો તણાવની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ શોધવો. ધનને લગતી લેવડદેવડ ન કરો તો સારું રહેશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા પબ્લિક રિલેશનને વધારે મજબૂત બનાવો.
લવઃ– ઘરમાં સુખમય અને અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે
—————————-
સિંહઃ–
પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે.
નેગેટિવઃ– યુવાઓને પોતાના કોઈ કાર્યમાં વિઘ્ન આવવાની શક્યતા છે. ચિંતા ન કરો અને ફરીથી પોતાની એનર્જીને એકઠી કરીને પોતાનું કામ કરો. ધનને લગતા મામલાઓ થોડા ધીમા પડી શકે છે.
વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓને ગતિ આપવાનો યોગ્ય સમય છે.
લવઃ– લગ્નજીવન મધુર અને સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ– ઉધરસ અને ગળાને લગતી તકલીફ રહી શકે છે.
—————————-
કન્યાઃ–
પોઝિટિવઃ– લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થશે. કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવાથી આત્મિક શાંતિ મળી શકે છે. ફાયનાન્સને લઈને અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.
નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. જેથી તમારા વ્યક્તિગત કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. આ સમયે લાભને લગતી ગતિવિધિઓમાં ખામી રહેશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં સુધાર લાવવો જરૂરી છે.
લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારુ રહેશે
—————————-
તુલાઃ–
પોઝિટિવઃ– આ સમયે આર્થિક પક્ષ પહેલા કરતા વધારે સુદઢ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી પણ રાહત મળી શકે છે. જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું હતું, આજે તેના પૂર્ણ કરવાનો સમય છે.
નેગેટિવઃ– થોડા નજીકના લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. આવા લોકોની ચિંતા ન કરો તથા અંતર જાળવી રાખો. આવેશ અને ગુસ્સા ઉપર કાબૂ રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.
—————————-
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– પ્રોપર્ટી કે વાહનને લગતી ખરીદીની યોજના બનશે. સાથે જ ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી કોઈ પરીક્ષામાં પરિણામ યોગ્ય પ્રાપ્ત થશે. વધારે મહેનતની જરૂરિયાત રહેશે.
નેગેટિવઃ– અચાનક જ કોઈ એવો ખર્ચ સામે આવશે જેના ઉપર નિયંત્રણ શક્ય નથી. બાળકોના વ્યવહાર અને હરકતો તમારી ચિંતાનું કારણ બની શકે છે. સમસ્યાનું સમાધાન શાંતિથી શોધવાની કોશિશ કરો
વ્યવસાયઃ– વેપારમાં વિસ્તાર માટે થોડી નવી યોજના ઉપર ચર્ચા વિચારણાં થશે.
લવઃ– પતિ-પત્નીના એકબીજાના તાલમેલમાં થોડી ખામી રહેશે.
સ્વાસ્થ્યઃ– વાયુ અને પેટને લગતી થોડી પરેશાની રહેશે.
—————————-
ધનઃ–
પોઝિટિવઃ– ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે, તેનો યોગ્ય ઉપયોગ કરો. જે કામ છેલ્લા થોડા સમયથી અટવાયેલું હતું આજે તે થોડી કોશિશમાં સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન રાખશે.
નેગેટિવઃ– ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઈ ઉપર વિજય મેળવવો અતિ જરૂરી છે. કેમ કે તેના કારણે થોડા લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયા અને ખરાબ મિત્રો તમારો સમય ખરાબ ન કરે તેનું ધ્યાન રાખો.
વ્યવસાયઃ– વેપારમાં કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો
લવઃ– પરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– કોઈપણ પ્રકારની ખરાબ આદત કે સંગતથી દૂર રહો
—————————-
મકરઃ–
પોઝિટિવઃ– ઘરની દેખરેખને લગતું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.
નેગેટિવઃ– કોઈ મિત્ર કે સંબંધીની સમસ્યાનું સમાધાનમાં તમારે સમય આપવો જરૂરી છે. રૂપિયાને લગતી મદદ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ અયોગ્ય કામ હાથમાં લેશો નહીં.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર લાવવા માટે આધુનિક જાણકારી લેવી જરૂરી છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.
—————————-
કુંભઃ–
પોઝિટિવઃ– ઘણાં સમયથી કોઈ ઉધાર આપેલ કે અટવાયેલ રૂપિયા પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ તથા યુવાઓને યોગ્ય સફળતા મળી શકે છે.
નેગેટિવઃ– રૂપિયાને લગતી કોઈપણ લેવડ-દેવડ કરવા માટે સમય યોગ્ય નથી. કોઈની સાથે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ખાસ કરીને મહિલાઓ પોતાના આત્મસન્માનને જાળવી રાખે.
વ્યવસાયઃ– વેપારમાં સ્થિતિમાં સુધાર લાવવા માટે કોશિશ કરવાની જરૂર છે.
લવઃ– ઘરના બધા સભ્યો તથા જીવનસાથીનો તમારા પ્રત્યે સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખો.
—————————-
મીનઃ-
પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિ પૂર્ણ તમારા પક્ષમાં છે. તમે તમારી મહેતન અને પરાક્રમ દ્વારા તમારું કોઈ સપનું પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ પણ સશક્ત રહી શકે છે.
નેગેટિવઃ– આ સમયે અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ જાતે જ નિર્ણય લો. કોર્ટ કેસને લગતા મામલાઓમાં હાલ કોઈ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.
વ્યવસાયઃ– વેપારમાં થોડા પડકારની સ્થિતિ રહી શકે છે.
લવઃ– પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રાખશે.
સ્વાસ્થ્યઃ– પોઝિટિવ રહો અને થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરો