કિયારા અડવાણી ફોટા: કિયારા અડવાણી દુબઈમાં તેનો 30મો જન્મદિવસ ઉજવવાની છે. દુબઈથી તેના ફેન્સ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Kiara Advani Birthday Celebration: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા તે દુબઈ ગઈ છે. કિયારાએ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે. કિયારા પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે જેટલી ખુલીને વાત કરે છે તેટલી જ તે પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના સંબંધો વિશે મૌન સેવી રહ્યા છે. બંનેમાંથી કોઈ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા નથી. જો કે બંને હંમેશા પાર્ટીમાં સાથે જોવા મળે છે, પરંતુ વેકેશન મનાવવા પણ સાથે જાય છે. કિયારાના જન્મદિવસને ખાસ બનાવવા માટે બંને દુબઈ ગયા છે. દુબઈના ચાહકો સાથે કિયારા અને સિદ્ધાર્થની તસવીરો વાયરલ થઈ રહી છે.
કિયારા અને સિદ્ધાર્થની ચાહકો સાથે પોઝ આપતી તસવીરો વાયરલ થઈ રહી છે. જો કે બંને કોઇપણ ફોટોમાં સાથે જોવા મળતા નથી. પરંતુ ફેન્સ અને સ્થળને જોઈને કહી શકાય કે બંને સાથે છે.
એ જ લોકેશનની તસવીર સામે આવી
એક ચાહકે કિયારા અને સિદ્ધાર્થ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર એ જ સ્થળની છે. ફોટોમાં કિયારા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ સિદ્ધાર્થ કેઝ્યુઅલ લુક ડેનિમ શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
અનન્યા પાંડેએ સંબંધની પુષ્ટિ કરી
તાજેતરમાં અનન્યા પાંડે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ગઈ હતી. જ્યાં તેણે કિયારા અને સિદ્ધાર્થ વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી છે. જ્યારે કરણે અનન્યાને કિયારાના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું તો તેણે સિદ્ધાર્થ અને તેના ગીતનું નામ લીધું અને કહ્યું- ‘તેની રાતો ઘણી લાંબી છે.’ જે પછી કરણ પૂછે છે કે તેનો ‘રાંઝા’ કોણ છે. આ સવાલનો જવાબ પૂરો કરતાં કરણે કહ્યું- ‘વેક અપ સિદ.’ જે અનન્યાએ માથું હલાવીને કન્ફર્મ કર્યું.