16 જુલાઈ, શનિવારના રોજ આયુષ્માન તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિને આગળ વધવાની તક મળશે. નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. ધન રાશિના નોકરિયાત વર્ગને વર્ક લોડ ઓછા થવાથી રાહત મળશે. આ ઉપરાંત મકર રાશિના જાતકોને આર્થિક બાબતમાં સાવચેતીથી રહેવું. કુંભ રાશિને કામકાજમાં અડચણ આવી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
મેષ :
પોઝિટિવ : કોઈ સમસ્યાનું નિરાકરણ થશે. આગળ વધવાની તક મળશે. વિદ્યાર્થીઓ તેના લક્ષ્યોમાં એકચિત્ત રહેશે અને સફળ પણ રહેશે.
નેગેટિવ : આર્થિક રીતે આજનો દિવસ ખરાબ રહેશે. ભાઈઓ સાથે સંપત્તિનો જે વિવાદ છે તે કોઈની મદદથી દૂર થશે. એકબીજા સાથે સંબંધ ન બગાડો. યુવાનો તેની કરિયર પર વધારે ધ્યાન આપે.
વ્યવસાય : માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન આપો. સરકારી નોકરીયા કરતા લોકોં ઉચ્ચ અધિકારીઓને કામથી સંતોષ અપાવશે. આજે ક્યાંય ડ્યુટી લાગી શકે છે.
લવ : ઘરમાં કોઈ માંગલિક કામ કરવાની યોજના બનશે.
હેલ્થ : છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી શારીરિક સમસ્યાથી રાહત મળશે.
——————–
વૃષભ :
પોઝિટિવ : સામાજિક કામ ને વ્યક્તિગત કામમાં આજના દિવસનો વધુ પડતો સમય પસાર થશે . તમારી યોગ્યતા ને પ્રતિભા લોકોની સામે આવશે.
નેગેટિવ : ઘણીવાર ઉતાવળમાં અથવા ઉત્સાહમાં આવીને કોઈ કામ ખરાબ થઇ શકે છે. આવેશ અને ગુસ્સા પર કંટ્રોલ રાખવો પડશે.
ધંધાકીય : ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે. તમારી મહેનતથી જે કામની યોજના છે તે પુરી થશે. તમારી બુદ્ધિ અને વિવેકથી બધી સમસ્યાનો અંત આવશે.
લવ : બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
વ્યવસાય : ઋતુમાં બદલાવ આવવાને કારણે બીમાર પડી શકો છો, ત્વચા સંબંધિત બીમારી થઇ શકે છે.
——————–
મિથુન :
પોઝિટિવ : પોઝિટિવ રહો અને અનુભવી લોકો સાથે વાતચીત કરો. બાળકોની કરિયર ને ભણતરને લઈને કોઈ મોટો નિર્ણય લઇ શકો છો.
નેગેટિવ : તમારા સ્પર્ધકોની કોઈ પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો. કોઈ ખોટા વ્યક્તિની સંગતથી દુર રહો. વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વ્યવસાય : કોઈ મોટા વ્યક્તિ કે રાજનૈતિક વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારું કામ સરળ બની શકે છે. પરંતુ ઘણા કામમાં તમારું સ્વાભિમાન તમારી પ્રગતિમાં અવરોધરૂપ બનશે.
લવ : પતિ-પત્ની વચ્ચેનો ઝઘડાની અસર પારિવારિક જીવન પર પડશે. એકબીજાની ભાવનાને સમજો.
હેલ્થ : સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
——————–
કર્ક :
પોઝિટિવ : આજના દિવસે પારિવારિક સમસ્યા છે તેનું નિરાકરણ કરી શકો છો, જેનાથી રાહતનો અનુભવ થશે. ઘરના વૃદ્ધ લોકોનો આશીર્વાદ મળશે.
નેગેટિવ : જો જમીન અથવા વાહનને લગતી લોન લેવાની યોજના છે, તો ચોક્કસપણે તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખો. નકામી પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચ થઇ શકે છે. આજના દિવસે મુસાફરી કરવી પણ ફાયદાકારક રહેશે નહીં.
વ્યવસાય : કાર્યસ્થળ પર કર્મચારીઓની ગતિવિધિઓને અવગણશો નહીં. તમારી કેટલીક મહત્વપૂર્ણ વ્યવસાયિક પ્રવૃત્તિઓ બીજાને ખબર પડી શકે છે. પૂરા ઉત્સાહ સાથે તમારા કામ તરફ ધ્યાનને કેન્દ્રિત કરો.
લવ : બાળકની જીદ્દ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. યુવાવર્ગ પ્રેમ પ્રકરણમાં સમય બરબાદ ન કરો.
હેલ્થ : વધુ પડતા શ્રમને કારણે થાક અને દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારી દિનચર્યા અને ખોરાક ઋતુ પ્રમાણે રાખો.
——————–
સિંહ :
પોઝિટિવ : સ્વાસ્થ્યમાં સુધારો આવાથી તમારી અંદર એક નવી ઉર્જા આવશે. તમે ફરીથી આત્મવિશ્વાસ સાથે કામ પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કરશો. કોઈ સગા તરફથી સારા સમાચાર મળી શકે છે.
નેગેટિવ : દૈનિક કામમાં કોઈ સમસ્યાને કારણે ચીડિયાપણું આવી શકે છે. ક્રોધ અને આવેશ પર નિયંત્રણ રાખો. પૈસા મામલે કોઈ ઉપર ભરોસો ન કરો.
વ્યવસાય : ધંધામાં આર્થિક સ્થિતિ સારી રહેશે. કર્મચારીઓ તમને કામમાં મદદ કરશે. અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. સિંહ રાશિ વાળા લોકો વેપારમાં ગુસ્સાને કારણે દુશ્મન થઇ શકે છે.
લવ : પરિવારિક પ્રેમ અને સુખ-શાંતિનો આનંદ લો, પ્રેમ સંબંધ વિશે પરિવારને જાણ થઇ શકે છે.
હેલ્થ : ખરાબ વ્યસનને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. દિનચર્યા અને ખાવાપીવામાં ધ્યાન રાખો.
——————–
કન્યા :
પોઝિટિવ : બધા સાથે સારો વ્યવહાર રાખો. વિદ્યાર્થીઓએ કોઈ બીજી વાતમાં ધ્યાન આપવાને બદલે ભણવામાં ધ્યાન રાખે. સંબંધીઓ સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે.
નેગેટિવ : તમારા ઉદારતાની આદતને કારણ કે તમે તમારું જ નુકસાન કરશો. નવું રોકાણ કરતા પહેલા માહિતી મેળવો.
વ્યવસાય : ધંધામાં વધુ મહેનત અને પરિશ્રમની જરૂર છે. રાજનીતિ અથવા મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક રાખશો. નવી પાર્ટીઓ સાથે વ્યવહાર કરતા સમયે સાવધાની રાખો.
લવ : પારિવારિક વાતાવરણ સારું રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ ગેરસમજને કારણે ઝઘડો થઇ શકે છે, જેની અસર તમારી કરિયર ઉપર પડશે.
હેલ્થ : હાડકા અને સાંધામાં દુખાવો થઇ શકે છે.
——————–
તુલા :
પોઝિટિવ : વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ઉચ્ચારને કારણે તમે પ્રગતિ કરી શકો છો. ઘરના વૃધ્ધો તરફથી સ્નેહ અને આશીર્વાદ તમને મળશે. કોઈ કામમાં અડચણ હતી તે દૂર થશે.
નેગેટિવ : દરેક કામમાં ગંભીરતા અને વિચારીને જ કરો, નહીં તો પરિણામ ખરાબ આવી શકે છે. કોઈ સંબંધીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે.
વ્યવસાય : છેલ્લા થોડા સમયથી તમે ધંધામાં જે મહેનત કરો છો તેમાં તમને સારા પરિણામ મળશે. ધંધાને લઈને કોઈ નવી યોજના બનાવી શકશો. ભાગદારીમાં કામને લઈને મતભેદ થઇ શકે છે.
લવ : વિજાતીય વ્યક્તિ સાથે આકર્ષણ વધી શકે છે. તેની અસર તમારા પરિવાર ને ધંધા પપર પડી શકે છે.
હેલ્થ : કમર અને પેટમાં દુખાવો થઇ શકે છે. આ દરમિયાન વાહન પણ સાવધાનીથી ચલાવો.
——————–
વૃશ્ચિક :
પોઝિટિવ : તમારા કાર્યોને યોજના બનાવીને પૂરા કરો. જેના કારણે તમે ઘણા સમયથી સમાચાર મેળવવાનો પ્રયાસ કરો છો તેમાં સફળતા થશો. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને અનુસરવાથી તમને કોઈ રસ્તો કાઢવામાં મદદ મળી શકે છે.
નેગેટિવ : વિદ્યાર્થીઓએ મનોરંજન સહિતના કામ પર ધ્યાન આપવાને બદલે ભણવામાં ધ્યાન આપો. પૈસા મામલે કોઈ ઉપર ભરોસો ન કરો તે તમારા માટે ફાયદાકારક રહેશે. રાજકીય મામલે સાવધાની રાખવી જરૂરી છે.
વ્યવસાય : કામમાં ગતિવિધિઓ વધારવાની સાથે-સાથે ગુણવતા પર ધ્યાન આપો, તમારા માર્કેટિંગ અને સંપર્કો પહેલા કરતા વધુને વધુ પહોળા થવા જઈ રહ્યા છે. તમારે લોન પણ લેવી પડી શકે છે પરંતુ તે નફા માટે હશે.
લવ : નવા બાળકના આગમન અંગે સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પાર્ટનરને કોઈ ગિફ્ટ આપી શકો છો.
હેલ્થ : માથાનો દુખાવો અને અપચાની સમસ્યા થઇ શકે છે. યોગ અને કસરત પર ધ્યાન આપો.
——————–
ધન :
પોઝિટિવ : તમારા લક્ષ્યમાં એકાગ્રહ રહો, તમને સફળતા અચૂક મળશે. યુવાઓને કોઈ અનુભવી અને પ્રતિષ્ઠિત વ્યક્તિના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે.
નેગેટિવ : કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલાં બરાબર રીતે તપાસ કરો. આ સમયે આર્થિક સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. ઘરના વયો-વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
વ્યવસાય : આ સમયે તમારે કામના સ્થળે તમારું રહેવું અનિવાર્ય છે. કોઈ ઉપર આંખ બંદ કરીને વિશ્વાસ કરવાથી નુકસાન થશે. નોકરી કરતા લોકોને કામમાંથી રાહત મળશે.
લવ : જીવનસાથી અને પરિવારજનોના સહયોગથી તમને આત્મબળ અને આત્મવિશ્વાસ રહેશે અને તનાવમુક્ત થઈને તમારા કામ પર ધ્યાન આપો.
હેલ્થ : બીપીની સમસ્યા થઇ શકે છે, મેડિટેશન અને આરામ માટે સમય કાઢો.
——————– મકર :
પોઝિટિવ : જો કોઈને ઉધાર પૈસા આપેલા હશે તે તમને પાછા મળી શકે છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. સમય વેડફવા સિવાય કંઈ જ મળશે નહીં. નિર્ણયો દિલને બદલે મગજથી લો.
નેગેટિવ : નાણાકીય સ્થિતિ થોડી અસ્તવ્યસ્ત રહેશે. તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. અજાણ્યાઓ અને પરિચિતો સાથે વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ પણ હોઈ શકે છે.
વ્યવસાય : કાર્યક્ષેત્રમાં ગંભીરતાથી નિર્ણયો લેવા જરૂરી છે. તમારી નાની બેદરકારીથી કોઈ મોટા ઓર્ડરને રદ કરી શકે છે. આવકવેરા, કસ્ટમ વગેરેને લગતી કેટલીક પરેશાનીઓ પણ આવી શકે છે. તેથી તમારા દસ્તાવેજો વગેરેને સારી રીતે વ્યવસ્થિત રાખો.
લવ : પરિવાર તમારી પ્રાથમિકતા રહેશે. તેનાથી વિવાહિત જીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી. તણાવ, હતાશા અને મોસમી રોગોથી દૂર રહો.
——————–
કુંભ :
પોઝિટિવ : બાળકનું એડમિશન સારી સંસ્થામાં થઈ શકે છે. તમારું સ્વાભિમાન અને હિંમત એ તમારી સૌથી મોટી સંપત્તિ છે. અનુભવી અને જવાબદાર લોકોનું માર્ગદર્શન તમને મજબૂત બનાવશે.
નેગેટિવ : ઘરના લોકો વચ્ચે નાના-મોટા વિવાદ અને મતભેદની સ્થિતિ રહેશે. કોઈ સંબંધી સંબંધિત કોઈ અપ્રિય સમાચાર તમને પરેશાન કરી શકે છે. ધીરજ અને ખંત રાખવો ખૂબ જ જરૂરી છે.
વ્યવસાય : આજે કામને લઈને ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડી શકે છે. જો કે, તેના પરિણામો સારા આવશે. ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે ઘણી વખત કામ બનતા અટકી જશે.
લવ : માતા-પિતા અને ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં તમે ભાગ્યશાળી રહેશો.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ ચિંતા થઇ શકે છે.
——————–
મીન :
પોઝિટિવ : જો તમે ક્યાંય શિફ્ટ થવાનું આયોજન કરી રહ્યા છો તો આજનો સમય ખૂબ જ અનુકૂળ છે. આર્થિક સ્થિતિ મજબૂત અને મજબૂત રહેશે. વિદ્યાર્થીઓને તેમની આશા અને મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે.
નેગેટિવ : સામેવાળાની ગતિવિધિઓથી વાકેફ રહો. તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો, તેથી નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. કોર્ટ કેસ સંબંધિત મામલામાં કોઈ ઉકેલ મળશે નહીં.
વ્યવસાય : જો કોઈ શેર, જમીન વગેરેમાં રોકાણ કરવાનો પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યો છે, તો પહેલા તેની સંબંધિત યોગ્ય માહિતી મેળવો.
લવ : ઘર- પરિવારમાં સારું વાતાવરણ રહેશે, કોઈ જુના મિત્રને મળવાથી ખુશીનું વાતવરણ રહેશે.
હેલ્થ : સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ઘરના વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું પડશે.