Rashifal

શનિવારનું રાશિફળ:મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને કરિયર માટે દિવસ સારો રહેશે, સિંહ અને કુંભ રાશિના લોકોને ધનલાભના યોગ

25 જૂન, શનિવારના રોજ ધૃતિ તથા ધ્વજ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. મિથુન તથા વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. ધન રાશિના નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે છે. આ ઉપરાંત મેષ રાશિના જાતકો નવું કામ શરૂ કરવાના હોય તો ટાળે. મકર રાશિ જોખમી કામો ના કરે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

25 જૂન, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજનો દિવસ મન પ્રમાણે રસના કાર્યોમાં અને ગતિવિધિઓમાં પસાર થશે. જેથી તમે પોતાને ફરી ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. એટલે બેદરકારી ન કરો તથા તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં દરેક કાર્યમાં પોતાની નજર રહેવી જરૂરી છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમને કોઈ સફળતા પ્રાપ્ત થવાની છે. લોકોની ચિંતા ન કરીને તમે તમારા કાર્યો ઉપર ધ્યાન આપશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરીને તમને આત્મિક સુખ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ પણ મળી શકે છે.

નેગેટિવઃ– આજે પ્રોપર્ટી કે વાહનને લગતા કોઈપણ કાર્યને ટાળો. આ સમયે ગ્રહ ગોચર આ કાર્યો માટે પક્ષમાં નથી. કોઈપણ મુશ્કેલ સમયમાં મનને સંયમિત રાખવું જરૂરી છે. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે લગભગ મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરને લગતી તપાસ કરાવવી

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઈ કુંવારા સભ્યના લગ્નને લગતો પ્રસ્તાવ આવવાની શક્યતા છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી અને સન્માનજનક રહી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ– આજે ખર્ચ વધારે રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. નહીંતર તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. ક્યારેક તમારો અહંકાર અને ગુસ્સાવાળો સ્વભાવ પરિસ્થિતિઓને દૂષિત કરી શકે છે.

વ્યવસાયઃ– તમે તમારી યોગ્યતા અને આવડત દ્વારા તમારા કાર્યક્ષેત્રમાં થોડા ફેરફાર લાવવાની કોશિશ કરી શકો છો.

લવઃ– કામ વધારે રહેવાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને ફળીભૂત કરવા માટે યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો, તમને સારું પરિણામ મળી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ– આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. મિત્રો સાથે તથા ખોટું હરવા-ફરવામાં પોતાનો સમય નષ્ટ ન કરો. અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– કોઈ પ્રભાવશાળી તથા અનુભવી વ્યક્તિના સહયોગથી તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી બનશે.

લવઃ– જીવનસાથીની સલાહ તમારા કાર્યોમાં લાભદાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાનીને બેદરકારીમાં ન લેશો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે કોઈ શુભ સમાચાર મળવાથી તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. રાજકીય સંપર્ક પણ તમારા માટે ફાયદો આપી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ– પરિવારના કોઈ સભ્યના લગ્નજીવનમાં તણાવ ઊભો થવાથી ચિંતા રહી શકે છે. બહારના વ્યક્તિઓની પોતાના ઘર ઉપર કોઈપણ પ્રકારની દખલ થવા દેશો નહીં. શાંતિથી તેમનું માર્ગદર્શન કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વેપારમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો ફરી થઈ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે પરિસ્થિતિઓ સામાન્ય છે. તમારા કોઈ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતની ઘર અને સમાજમાં પ્રશંસા થશે. વિદ્યાર્થીઓ કોઈ પ્રોજેક્ટ પ્રત્યે મહેનતનું યોગ્ય પરિણામ મેળવશે.

નેગેટિવઃ– નાણાકીય કાર્યોમાં હિસાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે, એટલે સાવધાની રાખવી. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરને લગતા કાર્યો ઉપર વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ– કામકાજના કારણે તમે તમારા લગ્નજીવન ઉપર વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત આહારના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– અન્ય લોકો પાસેથી મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્ય ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા માટે લાભદાયક અને સુખમય વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે છે.

નેગેટિવઃ– કામ વધારે રહેવાની અસર તમને માનસિક અને શારીરિક રીતે થકવી શકે છે. એટલે પોતાના કામમા વિશ્વાસ પાત્ર લોકોની સલાહ પણ લો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ– ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે,

સ્વાસ્થ્યઃ– કામ સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. થોડી સાવધાની અને આત્મવિશ્વાસ દ્વારા મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થઈ જશે. યુવાઓને પણ કોઈ પ્રકારની સફળતા મળવાથી મનમાં સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. અભદ્ર ભાષાના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામને આજે ટાળવા યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– જોખમી કાર્યોમાં રસ લેશો નહીં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે નસમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે નાણાંકીય પરિસ્થિતિમાં સુધાર આવી શકે છે. કોઈ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સમય મિશ્રિત પ્રભાવવાળો રહી શકે છે, તેને સારો બનાવવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ– કોઈ પારિવારિક વિવાદને લઈને ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. કોઈપણ અનિર્ણયની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લો. ખોટા ખર્ચથી દૂર રહો તથા યોગ્ય બજેટ બનાવીને ચાલો.

વ્યવસાયઃ– વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારની વધારે શક્યતા નથી.

લવઃ– ઘર-પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઈ પ્રકારના ઇન્ફેક્શન અને ત્વચાને લગતી સમસ્યા વધી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારો સેવાભાવ તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. વારસાગત પ્રોપર્ટીને લગતા મામલાઓ અટવાયેલાં રહી શકે છે. પરિવાર સાથે શોપિંગ વગેરે કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે પોતાના કામથી જ કામ રાખો તથા અન્ય લોકો સાથે વધારે ચર્ચા-વિચારણાં ન કરો. દેખાડાના કારણે ખોટા ખર્ચપણ નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે માર્કેટિંગ સમયે કાર્યોમાં વધારે ધ્યાન આપવું લાભદાયી રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વારસાગત રોગ ફરી થઈ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓ ખરીદવામાં પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ– સંતાનનું મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહી શકે છે. આ સમયે બાળકોના મનોબળ જાળવી રાખવું જરૂરી છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી શકે છે.

વ્યવસાયઃ– વેપાર ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે.

લવઃ– લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે કોઈ ખાસ કામ યોગ્ય રીતે પૂર્ણ થવાથી મનમાં સુકૂન રહેશે. સમાજ સેવાને લગતા કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. મેલજોલ વધારવામાં પણ થોડો સમય પસાર કરો, આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– કોઈ શુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઊભો થઈ શકે છે, ચિંતા ન કરો જલ્દી જ તમે તેના ઉપર કાબૂ મેળવી શકશો. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી પાછળ આલોચના કરી શકે છે.

વ્યવસાયઃ– આજનો દિવસ બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે પસાર થશે.

લવઃ– લગ્નજીવન સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.