Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારના દિવસે કર્ક, સિંહ સહિત 6 રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે, 6 રાશિએ સાવધાન રહેવું

9 જૂન, ગુરુવારના રોજ વૃષભ રાશિ માટે દિવસ શુભ રહેશે. રોકાણમાં ફાયદો મળી શકે છે. કર્ક રાશિ માટે ગ્રહ સ્થિતિ સારી રહેશે. આવકના સોર્સ વધશે. સિંહ રાશિ માટે દિવસ સારો છે. મકર રાશિને નસીબનો સાથ મળશે. આ રાશિની મહિલાઓ માટે દિવસ આનંદમય રહેશે. કુંભ રાશિ માટે દિવસ ફાયદાકારક છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

9 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે કોઈ લાભદાયી યાત્રા સંપન્ન થઈ શકે છે. વધારે કામ હોવા છતાંય ઘરે તમે સમય પસાર કરી શકશો નહીં, પરંતુ તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. જમીનને લગતો કોઈ લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– ખોટી ગતિવિધિઓમાં વધારે ધનને લગતું નુકસાન થઈ શકે છે. કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતી સમયે સાવધાન રહો. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. જોકે, પારિવારિક સભ્ય તેનું ખાસ ધ્યાન રાખશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે વીમા કે રોકાણને લગતું કોઈ પ્લાન કરી રહ્યા છો તો તે તમારા માટે શુભફળદાયી રહી શકે છે. બદલાતા પરિવેશના કારણે જે નવી નીતિઓ તમે બનાવી છે, તેના કારણે તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

નેગેટિવઃ– આ સમયે રૂપિયાને લગતી કોઈ ઉધારી ન કરો. ભાવના પ્રધાન રહેવાના કારણે થોડી પણ નકારાત્મક વાત તમને નિરાશ કરી શકે છે. આ સમયે તમને તમારા કાર્યોમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો

લવઃ– પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન અને દિનચર્યા પ્રત્યે સંપૂર્ણ રીતે ધ્યાન આપો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– થોડા પ્રભાવશાળી લોકો સાથે તમારે મિત્રતાભર્યા સંબંધ રહેશે. મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઈપણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લેશો, પરંતુ પ્રેક્ટિકલ થઈને તમારી કાર્યપ્રણાલીને લગતી યોજનાઓ બનાવો.

નેગેટિવઃ– સ્પર્ધાને લગતા કાર્યોમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ક્યારેક તમારા મનમાં નકારાત્મક વિચાર તમારા આત્મબળને ઘટાડી શકે છે. અન્ય લોકોની વાતોમાં ધ્યાન ન આપીને પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ કરો.

વ્યવસાયઃ– વેપારમાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે માંસપેશીઓમાં દુખાવો અને થાક અનુભવ થઈ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આ સમયે ઉત્તમ ગ્રહ સ્થિતિઓ બની રહી છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. આવકના સાધનોમાં વધારો થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ હોવો પણ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. કોઈપણ કાર્યને સહજ અને શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરો, તમે તેમાં ચોક્કસ જ સફળ રહેશો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ– જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત ખાનપાનની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ થઈ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારું દરેક કામ યોજનાબદ્ધ રીતે કરવું તથા પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર ચિત્ત રહેવું તમને સફળતા આપશે. સંતાનની વિદેશ જવાને લગતી કાર્યવાહી શરૂ થઈ જશે. થોડી નજીકની કે દૂરની યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– તમારી કોઈ વ્યક્તિગત વાતને લઈને પરિવારમાં કોઈ તણાવ રહી શકે છે. તમારા સ્વભાવ પ્રત્યે આત્મચિંતન કરો. થોડો સમય આધ્યાત્મિક કે ધાર્મિક સ્થાને પણ પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે.

વ્યવસાયઃ– સમય અનુકૂળ છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– તમારું તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખવું તથા મન લગાવીને કામ કરવું તમને સફળતા આપશે. થોડી નકારાત્મક ગેરસમજ દૂર થવાથી ભાઈઓ સાથે સંબંધોમાં મધુરતા આવશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી પણ રાહત મળી શકે છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોની દખલ તમારા વ્યક્તિગત જીવન તથા પરિવારના લોકો ઉપર થવા દેશો નહીં. સંતાન પક્ષની પરેશાનીઓનું સમાધાન કરવામાં પણ તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ– ફેક્ટ્રી, ઇન્ડસ્ટ્રી વગેરેને લગતા વ્યવસાયમાં કઇંક નવું કામ શરૂ થવાની શક્યતા છે.

લવઃ– પતિ-પત્નીએ બાળકોની કોઈ સમસ્યાના કારણે થોડો વિવાદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના લીધે ક્યારેક થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ અનુકૂળ છે. તમારા રસના કાર્યોમા પણ સમય પસાર કરવાથી સુકૂન મળશે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ તમે તમારા દૃઢ નિશ્ચય સાથે પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ– ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે કોઈની સલાહ માનતા પહેલાં તેના દરેક સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. પોતાના ઉપર વિશ્વાસ રાખશો તો સફળતા મળી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે નવી જાણકારીઓ અને સમાચારને જાણવામાં સમય પસાર કરો. ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવા શક્ય છે એટલે તેના ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– કોઈ પ્રકારના કાયદાકીય વિવાદમાં ફસાવવું નહીં. ટ્રાફિક નિયમોનું પણ પાલન કરો. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો. આ સમયે કોઈ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં આ સમયે નવા પ્રસ્તાવ મળી શકે છે

લવઃ– કામ વધારે રહેવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે તમારો પોઝિટિવ વ્યવહાર તમને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની રીત જણાવશે. તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકે છે. ઘરમાં કોઈ શુભ માંગલિક કાર્યો સંપન્ન થવાની શક્યતા છે.

નેગેટિવઃ– આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાઓએ તેમના અભ્યાસ અને કરિયર પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. જમીનને લગતી ખરીદદારી અને વેચાણ વગેરે અંગે યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ– કાર્યસ્થળે ચાલી રહેલી કોઈપણ ગતિવિધિને ઇગ્નોર કરશો નહીં

લવઃ– તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર અને જીવનસાથી સાથે પણ પસાર કરો

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી કરવી યોગ્ય નથી.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– પરિવારના કોઈ મહત્ત્વપૂર્ણ વિષયે તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ રહેશે. દરેક પરિસ્થિતિનો મુકાબલો હિંમત અને સાહસ સાથે કરશે.

નેગેટિવઃ– ક્યારેક તમારી ક્ષમતાથી વધારે કામ કરવું તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે. યોગ્ય આરામ લેવો જરૂરી છે. જૂની નકારાત્મક વાતોના કારણે વર્તમાન ખરાબ ન કરો. તમારી વાણી ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ– આર્થિક મામલે ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધમાં મધુરતા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે તમારી અંદરની ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ થોડી અનુકૂળ છે. અધ્યાત્મ તથા અભ્યાસને લગતા કાર્યોમાં મન લાગશે અને માનસિક સુકૂન પણ અનુભવ કરશો. સામાજિક તથા રાજનૈતિક કાર્યોમાં પણ તમારું યોજદાન રહેશે.

નેગેટિવઃ– બાળકોના અભ્યાસને લઈને ચિંતા રહી શકે છે. આ સમયે કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવામાં આળસ કે વિચાર ન કરો. તેનાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. તમારી યોજના અને ગતિવિધિઓ અંગે કોઈ સાથે પણ ચર્ચા ન કરો

વ્યવસાયઃ– અટવાયેલી વ્યવસાયિક ગતિવિધિઓમાં ગતિ આવશે.

લવઃ– તમારા દરેક કાર્યોમાં જીવનસાથીની સલાહ લેવી લાભદાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– શરદીના કારણે છાતિમાં દુખાવો થઈ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– કામ વધારે હોવા છતાંય તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢશો. તમારી કાર્યકુશળતા દ્વારા આશા પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો ઉત્તમ સમય છે.

નેગેટિવઃ– કોઈપણ પરેશાની આવે ત્યારે ધૈર્ય અને સંયમથી કામ લો. ગુસ્સા સાથે કામ વધારે ખરાબ શકે છે. અર્થ વિના કોઈ બદનામી કે અસત્યનો આરોપ લાગવા જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહી શકે છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.