એક વ્યક્તિએ લખ્યું, “હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે શું થયું.” યાંગના એક સાથી કર્મચારીએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું, યાંગે ઘણા લોકોના જીવ બચાવ્યા, પરંતુ તે બચાવી શક્યો નહીં.
બુલેટ ટ્રેનના ડ્રાઈવરના અંતિમ સંસ્કારમાં ચીનમાં સેંકડો લોકો સામેલ થયા હતા. આ ડ્રાઈવરે ગયા અઠવાડિયે એક ભયાનક ટ્રેન અકસ્માતમાં ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યાંગ યોંગ નામના આ ડ્રાઈવરે પાંચ સેકન્ડમાં ઈમરજન્સી બ્રેક દબાવીને ટ્રેનને પલટતી અટકાવી હતી. સ્થાનિક લોકો અંતિમ સંસ્કાર માટે ફૂલો અને બેનરો સાથે એકઠા થયા હતા. આ બેનરોમાંથી એક બેનરમાં લખ્યું હતું, “વેલકમ હોમ હીરો”.
એક વ્યક્તિએ લખ્યું, “હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે શું થયું.” યાંગના એક સાથી કર્મચારીએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું, યાંગે ઘણા લોકોના જીવ બચાવ્યા, પરંતુ તે બચાવી શક્યો નહીં.
યાંગ સશસ્ત્ર પોલીસ દળોમાંથી નિવૃત્ત થયા હતા અને દક્ષિણ ચીનના હેનાન પ્રાંતમાં ફરજ બજાવતા હતા. બુલેટ ટ્રેન D2809 ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ગુઇયાંગથી દક્ષિણ પ્રાંત ગુઆંગઝૂ તરફ દોડી રહી હતી ત્યારે માટીમાં તિરાડ પડવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું હતું જ્યારે અન્ય 7 મુસાફરો ઘાયલ થયા હતા.
સાઉથ વેસ્ટર્ન રેલવેએ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબિયો પર જણાવ્યું કે ડ્રાઈવરની સતર્કતાને કારણે 136 મુસાફરોને બચાવી શકાયા. ચીનમાં આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે ચીની રેલ્વેએ 13 મેના રોજ જાહેરાત કરી હતી કે બેઇજિંગથી ગુઆંગઝુને જોડતી હાઇ-સ્પીડ રેલ્વેની ઝડપ જૂનમાં વધારીને 350 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે.
હાલમાં ચીનમાં માત્ર ચાર હાઈ-સ્પીડ ટ્રેનો 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આમાંના મોટાભાગના ટૂંકા અંતરના છે. જે બેઈજિંગ-શાંઘાઈ, બેઈજિંગ-તિયાનજિન, ચેંગડુ-ચોંગક્વિનને વધુ ઝડપે જોડે છે. બેઇજિંગ-ગુઆંગઝુ રેલ યાત્રા અંતર છે.