મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારને ઈજાગ્રસ્ત લવનીત સિસોદિયાના સ્થાને ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચો માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મુંબઈ: મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારને ઈજાગ્રસ્ત લવનીત સિસોદિયાના સ્થાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની મેચો માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. RCBએ રવિવારે આ જાણકારી આપી.
પાટીદાર ભૂતકાળમાં ચાર વખત આરસીબી ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, તેણે 31 ટી20માં સાત અડધી સદીની મદદથી 138.64ના સ્ટ્રાઈક રેટથી 861 રન બનાવ્યા છે.
ઈન્દોરના આ 28 વર્ષીય ખેલાડીએ 39 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2588 રન બનાવ્યા છે. તે 20 લાખ રૂપિયામાં RCB સાથે જોડાશે.