9 માર્ચ, બુધવારના રોજ તુલા રાશિના નોકરિયાત જાતકો માટે સારો દિવસ રહેશે. ધન રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. મકર રાશિના લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. કુંભ રાશિના નોકરિયાત લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. મીન રાશિના જાતકોને મહેનત પ્રમાણે સારાં ફળ મળશે. તે ઉપરાંત અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આથી નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ આખો દિવસ સંભાળીને રહેવું. પૈસાની લેતી-દેતી અને ઇન્વેસ્ટમેન્ટમાં સમજી-વિચારીને નિર્ણયો લેવા.
9 માર્ચ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કોઈ કામ માટે કોશિશ કરી રહ્યા છો, તો આજનો દિવસ અનુકૂળ છે. તમારો વ્યવહાર સમાજમાં તમને સન્માનિત કરશે. યુવા વર્ગ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળવાથી રાહત અનુભવ કરશે.
નેગેટિવઃ– ધ્યાન રાખો કે દેખાડાના કારણે ખોટા ખર્ચ થઈ શકે છે. ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવા માટે થોડા નિયમોનું પાલન કરો. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.
વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી આર્થિક સમસ્યાના કારણે પ્રોડક્શનના કામ અટવાયેલાં હતાં, તે હવે ફરી શરૂ થઈ શકે છે.
લવઃ– ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– થોડો સમય તમારા વ્યક્તિગત રસનાં કાર્યોમાં પણ પસાર કરો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. થોડા નજીકના લોકો સાથે મેલ-મિલાપ પણ યોગ્ય પરિણામ આપી શકે છે. પરિવારના લોકો સાથે ઓનલાઇન શોપિંગ પણ થશે.
નેગેટિવઃ– આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. દિવસની શરૂઆતમા જ કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સા અને આવેશમાં આવશો નહીં તથા શાંતિથી વાતચીત કરો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહીં.
લવઃ– પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– થાક અને બેચેની જેવી સ્થિતિ રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– તમે કોઈ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો અને સફળ પણ થશો. ઘરના કોઈ વડીલનો સ્નેહ અને આશીર્વાદ તમારા જીવનની મોટી પૂંજી રહી શકે છે એટલે તેમનું સન્માન કરતા રહો.
નેગેટિવઃ– માત્ર યોજનાઓ બનાવવામાં સમય ખરાબ ન કરો, તેમને શરૂ કરવી પણ જરૂરી છે. વાતચીતની રીત થોડી નરમ રાખો. બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેમનું સમાધાન કરો.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરો.
લવઃ– લગ્નજીવનમાં સરળતા રહેશે,
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– યોગ્ય સમયે કરેલાં કાર્યોનું પરિણામ યોગ્ય મળી શકે છે. એટલે પ્રકૃતિના સંદેશને સમજો અને તમારી યોગ્યતા અને પ્રતિભાને યોગ્ય દિશામાં લગાવો. યુવાઓને પણ કોઇ સ્પર્ધામાં સફળતા મળવાની ઉત્તમ શક્યતા છે.
નેગેટિવઃ– કોઇ સંબંધી પાસેથી રૂપિયાની લેવડ-દેવડને લઇને થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે. થોડી સાવધાની જાળવો. જો ઘર પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે એકવાર વિચાર કરી લો.
વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે થોડું એલર્ડ રહેવું જરૂરી છે.
લવઃ– ઘરમાં કોઇ કારણોસર તણાવની સ્થિતિ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરવી યોગ્ય નથી.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– ઘણાં સમય પછી ઘરમાં કોઇ સંબંધીના આગમનથી વાતાવર્ણ સુખમય રહેશે. એકબીજા સાથે વાતચીત દ્વારા ઘરને લગતો કોઇ મામલો ઉકેલાઇ શકે છે. ઘરના કોઇ સભ્યના લગ્નને લગતી થોડી યોજનાઓ બનશે.
નેગેટિવઃ– કોઇ અચાનક ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે બજેટ પણ ખરાબ થઈ શકે છે. આ સમયે તમારી કોઈપણ યોજના કોઇની સામે જાહેર ન કરો.
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.
લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમને તમારી યોગ્યતા સાબિત કરવાની તક મળશે. બાળકોના અભ્યાસ કે કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.
નેગેટિવઃ– નાનામાં નાની વાત પણ મોટા વિવાદનું કારણ બની શકે છે. એટલે ખોટી વાતોમાં ધ્યાન ન આપો. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય પડકારભર્યો રહી શકે છે.
લવઃ– તમારા પારિવારિક જીવન ઉપર કોઇ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો તથા વાયુને લગતી પરેશાની રહેશે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– ઘરમા પરિવર્તનને લગતા થોડા કાર્યો પૂર્ણ થશે. વ્યસ્તતા સિવાય તમે તમારા વ્યક્તિગત કાર્યો માટે પણ સમય કાઢી શકશો. કોઇપણ કાર્યને સહજ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો, તમને લાભદાયક પરિણામ મળી શકે છે.
નેગેટિવઃ– યાત્રાનો પ્લાન બનશે, પરંતુ તેનાથી કોઈ લાભ મળી શકશે નહીં. સારું રહેશે કે આ પ્લાન ટાળી દો. કોઈ પણ નિર્ણય લેતી સમયે તેના સારા અને ખરાબ પાસા અંગે સંપૂર્ણ વિચાર કરો.
વ્યવસાયઃ– વ્યવસાયને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેશો.
લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– છાતિને લગતી કોઈ પરેશાની રહી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ ખાસ કામ પૂર્ણ કરવામાં તમારી મહેનત પણ સફળ રહેશે. ઘરના વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરો.
નેગેટિવઃ– તમારી સફળતાને લોકો સામે જાહેર ન કરો, કોઈ ઇર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે ખરાબ નજર રાખી શકે છે. જમીન-જાયદાદને લગતું કોઇપણ પ્રકારનું દેવુ લેવા માટે સમય હાલ અનુકૂળ નથી.
વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે આજે કોઈપણ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.
લવઃ– કામ સાથે-સાથે પરિવારની દેખરેખ તથા સહયોગમા પણ સમય પસાર કરો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. તમને યોગ્ય સમયે યોગ્ય સમાધાન મળી જશે. પ્રકૃતિના સંકેતોને સમજવાની કોશિશ કરો. ધર્મ-કર્મ તથા અધ્યાત્મિક મામલે રસ રહેશે.
નેગેટિવઃ– નજીકના સંબંધીઓ સાથે મનમુટાવ રહેવાના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. કોઇની સલાહ ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે છે.
વ્યવસાયઃ– વીમા, શેરબજાર વગેરે સાથે જોડાયેલાં કામમાં વધારે થઈ શકે છે.
લવઃ– કોઈપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો.
સ્વાસ્થ્યઃ– થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા મનોબળ તથા આત્મવિશ્વાસને નબળો કરવાની કોશિશ કરી શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– કોઈ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્નો આવી રહ્યા હતાં, તે વડીલોની મદદ અને સહયોગથી ઉકેલાઈ શકે છે.
નેગેટિવઃ– જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં તમે તમારું જ નુકસાન કરી શકો છો. તમારા આવેશ પૂર્ણ વ્યવહાર ઉપર કાબૂ રાખો. સહજ રીતે કાર્યોને પૂર્ણ કરતા રહો. કોઇ અટવાયેલું પેમેન્ટ મળી શકે છે.
વ્યવસાયઃ– કોઈ વ્યવસાયિક ક્ષેત્રમા ડીલ ફાઇનલ કરતી સમયે વધારે સમજદારી અને સમજણની જરૂરિયાત છે.
લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહેવાના કારણે તમારે સહયોગ કરવો જરૂરી છે.
સ્વાસ્થ્યઃ– થાકના કારણે માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર વધવાની શક્યતા રહેશે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– તમારી સંતુલિત દિનચર્યાના કારણે આજે તમારા દૈનિક કાર્ય મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. છેલ્લી ભૂલથી બોધપાઠ મેળવીને તમે વર્તમાનને સારું બનાવવાની કોશિશ કરશો. ભાઇઓ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધોમા મધુરતા રહેશે.
નેગેટિવઃ– આ સમયે બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખવી. ખોટી વાતોમાં સમય ખરાબ ન કરીને પોતાના પરિવાર ઉપર પણ ધ્યાન આપો. તમારી વસ્તુઓની દેખરેખ જાતે જ કરો.
વ્યવસાયઃ– નવા કાર્યોને લગતી યોજનાઓ બનશે અને સફળ પણ થઈ શકે છે.
લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ રાખશે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– યુવા વર્ગને પોતાની મહેનત પ્રમાણે પરિણામ અનુકૂળ પરિણામ મળવાથી પ્રસન્નતા અનુભવ કરશે. આજે મોટાભાગનો સમય ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવા જેવી સ્થિતિ બની શકે છે. સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે થોડી વાતને ઇગ્નોર કરવી જરૂરી છે. મિત્રો તથા ઓનલાઇન ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો.
વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપો.
લવઃ– પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– ડાયાબિટિક લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.