news

વરિષ્ઠ પત્રકાર રવીશ તિવારીનું નિધન, PM મોદી સહિત દિલ્હીના CM કેજરીવાલે શોક વ્યક્ત કર્યો

દેશના જાણીતા વરિષ્ઠ પત્રકાર રવીશ તિવારીનું નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હીઃ વરિષ્ઠ પત્રકાર અને ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ બ્યુરો ચીફ રવીશ તિવારીનું નિધન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “નિયતીએ ખૂબ જ જલ્દી અમારી પાસેથી રવીશ તિવારીને છીનવી લીધો. મીડિયા જગતમાં તેમનું અવસાન એક પ્રખ્યાત કારકિર્દી અને પ્રતિભાનો અંત ચિહ્નિત કરે છે. મને તેમના અહેવાલો વાંચવાની મજા આવતી અને સમયાંતરે તેમની સાથે વાત પણ થતી. તે ઊંડી સમજ અને નમ્ર સ્વભાવના માણસ હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, ‘વરિષ્ઠ પત્રકાર રવીશ તિવારીના અકાળે અવસાન ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર, મિત્રો અને ન્યૂઝરૂમના સહકર્મીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.

વરિષ્ઠ પત્રકાર વિકાસ ભદૌરિયાએ તિવારીના મૃત્યુના સમાચાર ટ્વિટર પર શેર કર્યા. તેમણે ટ્વીટ કર્યું, શાર્પ પત્રકાર, એક મહાન માનવી અને મારા પ્રિય મિત્ર રવીશ તિવારીનું ગઈકાલે (શુક્રવારે) રાત્રે નિધન થયું. અંતિમ સંસ્કાર આજે સેક્ટર-20, ગુડગાંવમાં બપોરે 3.30 કલાકે કરવામાં આવશે. ઓમ શાંતિ-શાંતિ શાંતિ,”

Leave a Reply

Your email address will not be published.