ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર આઠ રનની ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો છે.
અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીનો પ્રારંભ થઈ ગયો છે. આ શ્રેણીની પ્રથમ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 132 બોલ બાકી રહેતા છ વિકેટે જીત મેળવી હતી. મેચનો હીરો 31 વર્ષીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હતો. આ મેચમાં તેણે 9.5 ઓવર બોલિંગ કરીને 49 રન ખર્ચીને સૌથી વધુ ચાર સફળતા મેળવી હતી. વિપક્ષી ટીમના જે ખેલાડીઓને ચહલે પોતાનો શિકાર બનાવ્યો તેમાં કેપ્ટન કિરોન પોલાર્ડ સહિત શમર બ્રુક્સ, નિકોલસ પૂરન અને અલઝારી જોસેફની વિકેટો સામેલ હતી.
દ્વારા
આ મેચમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. આ મેચમાં તે ચાર બોલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર આઠ રન જ બનાવી શક્યો હતો, પરંતુ આઠ રનની આ ટૂંકી ઈનિંગ છતાં કિંગ કોહલી ઈતિહાસ રચવામાં સફળ રહ્યો હતો. હકીકતમાં, કોહલી પહેલા ભારતીય ટીમ માટે હોમ ગ્રાઉન્ડ પર 5000 પ્લસ રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરના નામે હતો. તેણે દેશમાં 48.11ની એવરેજથી 6976 રન બનાવ્યા છે.
આ સાથે જ કિંગ કોહલીએ ગઈ કાલે અમદાવાદમાં આઠ રનની ઇનિંગ રમીને હોમ ગ્રાઉન્ડ પર 5000 પ્લસ રન બનાવવાનો રેકોર્ડ પણ હાંસલ કર્યો છે. એટલું જ નહીં તે ઘરની ધરતી પર સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. કિંગ કોહલીએ માત્ર 96 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન દેશમાં 5000 ODI રન બનાવનાર ઈતિહાસનો ચોથો બેટ્સમેન બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને જેક કાલિસ પણ આ પ્રકારનું કારનામું કરી ચુક્યા છે.
– સચિન તેંડુલકર – 6976 (સરેરાશ 48.11)
– રિકી પોન્ટિંગ – 5521 (સરેરાશ 39.71)
– જેક કાલિસ – 5186 (સરેરાશ 45.89)
– વિરાટ કોહલી – 5002* (સરેરાશ 60.25)