Rashifal

સોમવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોનાં કામકાજમાં અવરોધ આવી શકે છે, તુલા સહિત 8 રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે

  • મિથુન-કુંભ રાશિને ધન લાભનો યોગ, મકર રાશિને નસીબનો સાથ મળશે

31 જાન્યુઆરી, સોમવારના રોજ કર્ક તથા વૃશ્ચિક રાશિના અટકેલા કામો પૂરા થશે. મકર રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. કુંભ રાશિને સારા સમાચાર મળશે. તો મિથુન તથા મીન રાશિને અટકેલા પૈસા પરત મળવાના યોગ છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

31 જાન્યુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત પણ શક્ય છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અન્ય લોકોની વાતોમાં આવીને તમે કોઇ ખોટો નિર્ણય પણ લઇ શકો છો. જેની અસર તમારા પરિવારની વ્યવસ્થા ઉપર પડી શકે છે. કોઇપણ જગ્યાએ સમજ્યા વિના તરત પ્રતિક્રિયા ન આપો.

વ્યવસાયઃ– બહારની પાર્ટીઓ પાસેથી તમને વ્યવહારિક ઓર્ડર મળી શકે છે.

લવઃ– લગ્નજીવન સુખદ અને સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– પારિવારિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો, તેનાથી તમને તમારી પ્રતિભા નિખારવાની તક મળશે અને આત્મિક સુખ પણ મળી શકે છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે વધારે મેલજોલ ન રાખો. કેમ કે તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે ખાસ મિત્રની સલાહ લો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતા કાર્યોમાં આજે પરિસ્થિતિ થોડી સારી રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળામા ઇન્ફેક્શન જેવી સમસ્યા રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પરિવારનું મનોબળ જાળવી રાખો. કોઇને ઉધાર આપેલાં રૂપિયાનો થોડો ભાગ આજે પાછો મળી શકે છે. મીડિયાને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– ક્યારેક કોઇ વિશેષ કાર્યને લગતા નિર્ણય લેવામાં પરેશાની આવી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પરિસ્થિતિઓ થોડી સારી રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– સ્વાસ્થ્યમા સુધાર આવશે તથા પોતાને ઊર્જાવાન અને સ્ફૂર્તિથી પરિપૂર્ણ અનુભવ કરશો. લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરશો અને તેમાં તમે સફળ પણ થઇ શકો છો.

નેગેટિવઃ– બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. ગુસ્સા અને આવેશમાં આવવાની જગ્યાએ શાંતિથી સમસ્યાઓનો ઉકેલ લાવો. મામા પક્ષ સાથે સંબંધોને સારા જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા જાળવી રાખવા માટે તમારે વિશેષ કોશિશ કરવી પડશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– સારો સમય પસાર કરવા માટે મિત્રો તથા સંબંધીઓ સાથે ફોન દ્વારા વાતચીત કરો. થોડા વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે. થોડો સમય પોતાના મનગમતા કાર્યોમાં પણ પસાર કરો.

નેગેટિવઃ– ક્યારેક તમારી જિદ્દ કે કોઇ વાત ઉપર અડગ રહેવાના કારણે કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ– કોઇ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ અને સહયોગ ખૂબ જ સુકૂન આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– પેટ ખરાબ થવાના કારણે અપચા અને ભૂખ ન લાગવાની સ્થિતિ રહેશે.

——————————–

કન્યાઃ–

પોઝિટિવઃ– સમય સામાન્ય જ પસાર થશે. છતાંય વિપરીત પરિસ્થિતિઓમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. માતાના પક્ષ તરફથી તમને વિશેષ સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ રસ રાખશે.

નેગેટિવઃ– કોઇ બાળકના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. પરેશાન થવું નહીં, જલ્દી જ સ્થિતિ સામાન્ય થઇ જશે. ગુસ્સામા આવીને ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો, તેનાથી સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.

લવઃ– જીવનસાથી તમારી કોઇ વાતથી નિરાશ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારના મશીનનો ઉપયોગ કરતી સમયે સાવધાન રહો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. સાથે જ પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન પણ તમને પ્રાપ્ત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારી આસ્થા રહેશે.

નેગેટિવઃ– હાલ તમારી શંકા અને વહેમ કરવાનો સ્વભાવ તમારા માટે જ થોડી પરેશાની ઊભી કરી શકે છે. આ આદતો ઉપર કાબૂ રાખો. તણાવના કારણે તમારા થોડા કામ અધૂરા પણ રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ઉતાર-ચઢાવ બની રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઇ સમાજ સેવી સંસ્થા પ્રત્યે તમારો વિશેષ સહયોગ અને સેવાભાવ રહેશે. જેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળશે અને તમારા કાર્યોના પણ વખાણ થશે. તમારા કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– અન્ય ગતિવિધિઓ સાથે-સાથે ઘરની વ્યવસ્થા ઉપર પણ યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક તમારો પારિવારિક મામલે દખલ વધી શકે છે, જેના કારણે અન્યને પરેશાની થઇ શકે છે. તમારી આ ખરાબ આદતોમાં સુધાર લાવો તથા સંબંધોમાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો અનુકૂળ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મેળવવા માટે સમય યોગ્ય છે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને કામ પોતાના ઉપર લેવાથી બચવું.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઇ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિની સલાહથી તમે તમારા કાર્યોને પૂર્ણ કરી શકશો. યુવા વર્ગ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરશે. તમે તમારા ભવિષ્યને લગતા નિર્ણય લેવામાં પણ મદદ મળી શકે છે.

નેગેટિવઃ– તમારા ઉપર વધારે કામનો ભાર રહેવાથી ક્યારેક તમે પરેશાન પણ થઇ શકો છો. તમારા કાર્યોને અન્ય સાથે વહેંચવાની કોશિશ કરો. થોડો સમય આત્મ મનન તથા આત્મ ચિંતનમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન ન આપો.

લવઃ– તમારા કોઇપણ વ્યક્તિગત પરેશાની તમારા જીવનસાથીને જણાવો.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે આત્મબળ અને ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

——————————–

મકરઃ–

પોઝિટિવઃ– આજની સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા કરવામાં આવેલ કોશિશનું યોગ્ય પરિણામ મળી શકે છે. આવકના સ્ત્રોત વધારવા માટે કરવામા આવેલ કોશિશ પણ સફળ રહેશે. ઘરના કોઇ કુંવારા વ્યક્તિ માટે ઉત્તમ સંબંધ પણ આવી શકે છે.

નેગેટિવઃ– આવક વધવાની સાથે-સાથે ખર્ચ પણ રહી શકે છે. ધ્યાન રાખો કે કોઇ અન્ય વ્યક્તિના કારણે તમને કોઇ નુકસાન પણ થઇ શકે છે. યોગ્ય રહેશે કે પારિવારિક મામલે અન્ય વ્યક્તિની દખલ થવા ન દો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સ્થિતિ થોડી નકારાત્મક જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામનો ભાર અને તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમે થાક અને તણાવથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો. રસના કાર્યોમાં સમય પસાર કરવાથી સુખ મળી શકે છે. આજે કોઇ એવું કામ પણ સફળ થશે જેની તમને આશા રહેશે નહીં.

નેગેટિવઃ– વડીલો સાથે વાતચીત કરતી સમયે ધ્યાન રાખો કે નકારાત્મક અને અપશબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર તેમની નિરાશા સહન કરવી પડી શકે છે. આળસ અને સુસ્તીને તમારા ઉપર હાવી થવા દેશો નહીં

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ હાલ મંદ જ રહી શકે છે.

લવઃ– તમારી કોઇ બેદરકારી અને સુસ્તીના કારણે ઘરના સભ્યોની નિરાશા સહન કરવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ આજે થોડી અનુકૂળ રહેશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મેળવવા માટે સમય અનુકૂળ છે. એટલે કોશિશ કરતા રહો. અનુભવી તથા વડીલ વ્યક્તિઓના સાનિધ્યમાં થોડો સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારી કોઇ વાત મન પ્રમાણે પૂર્ણ ન થવાથી મન પરેશાન રહી શકે છે. ગભરાશો નહીં અને તમે આત્મસન્માન સાથે કોઇ પ્રકારનો સમજોતો પણ ન કરો. સમય પ્રમાણે ધીમે-ધીમે પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો.

Leave a Reply

Your email address will not be published.