- કોવિડનો કુલ આંકડો વધીને 1,78,201 પર પહોંચ્યો
સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. આજે એક જ દિવસમાં સુરતના ઈતિહાસમાં પહેલીવાર ઓલટાઈમ હાઈ 3986 કેસ નોંધાયા છે. આ સાથે પાંચ દર્દીના મોત થયા છે. 26 મેના રોજ પાંચ મોત નોંધાયા હતા. જ્યારે 2279 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વિતેલા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે.
રાંદેર ઝોનમાં કોરોના બ્લાસ્ટ
છેલ્લા એક જ સપ્તાહમાં રાંદેર ઝોનમાં રેકોર્ડબ્રેક 5093 કેસ નોંધાતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી છે. કોરોના સંક્રમણના નવા કેસમાં રાંદેર ઝોને અઠવા સહિતના અન્ય તમામ ઝોનને પાછળ પાડી દીધા છે. કોરોના સંક્રમણમાં વધારો થતા અડાજણ, પાલ, રાંદેર રોડ સહિતના વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6434 થઇ છે. જેથી સુરત શહેરના રાંદેર ઝોનને હાઈરિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે,સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોનમાં ચેતવણીના બોર્ડ લાગડવામાં આવ્યા છે, બોર્ડ ઉપર સ્પષ્ટ સૂચના લખાઈ છે. કે હાઇરિસ્ક એરિયામાં પ્રવેશ્તા પહેલા સાવચેતી રાખવી,રાંદેર અને અથવા ઝોનમાં વધતા કેસ જોતા પાલિકા એ નવી સ્ટ્રેટેજી બનાવાની જરૂર હોય એમ લાગે છે.
એક્ટિવ કેસ વધીને 22,588 થયા
કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરતના ઈતિહાસમાં પહેલીવાર મંગળવારે નવા 3986 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,78,201 પર પહોંચ્યો છે. જ્યારે નવા 5 મોત સાથે મૃત્યુઆંક વધીને 2137 થયો છે. આજે શહેરમાંથી 2279 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,53,487 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 22,588 એક્ટિવ કેસ છે.
4 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ
પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 6 વ્યક્તિઓ વરાછા ઝોન-એના કરંજ વિસ્તારના રચના સોસાયટીમાં નોંધાયા છે. 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના વેલંજા વિસ્તારના સહજાનંદ વાટિકાના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 10 વ્યક્તિઓ સેન્ટ્રલ ઝોનના નાનપુરા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં નોંધાયા છે. 8 વ્યક્તિઓ અઠવા ઝોનના ઇચ્છાનાથ વિસ્તારના એસવીએનઆઈટી ક્વાટર્સમાં નોંધાયા છે. જેથી ક્લટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.
39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
આજ રોજ કુલ 39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તે પૈકી ભૂલકાં ભવન શાળા, સ્કેટ કોલેજ, અમરોલી કોલેજ, ગાંધી કોલેજ, લૂડ્સ કોનવેન્ટ શાળા, પીઆર ખાટીવાલા શાળા, રાયન ઇન્ટર નેશનલ શાળા, સદ્ભાવના શાળા, જે એચ અંબાણિ શાળા, ગુરુકુળ શાળા, એલપી સવાણી શાળા અને અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 172 જેટલા વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે.
ત્રીજી લહેરમાં કુલ કેસ, હાઇએસ્ટ-એક્ટિવ કેસ વધ્યા પણ દાખલ દર્દી ઘટ્યા
કોરોનાની અગાઉની બે લહેરમાં કુલ કેસ 40671થી વધીને 139315 થયા છે, રોજિંદા કેસ 238થી વધીને 3563 થયા છે તથા રોજના એક્ટિવ કેસ 1364થી વધીને 20598 થયા છે, જેની સામે દાખલ દર્દીઓ 4038 પરથી ઘટીને 401 જેટલા રહી ગયા છે. આમ દાખલ દર્દીઓ ઘટ્યા છે.