news

જોખમી વળાંકો:તળાજા હાઇવે પરનાં જોખમી વળાંકોથી ગંભીર અકસ્માતની સર્જાયેલી ભિતી

  • હાઇવે કાર્યરત થાય ત્યાં સુધી જોખમી વળાંકો સુરક્ષિત કરવાની જરૂર
  • હાલના અસ્તિત્વમાં રહેલા જુના હાઇવે પર ઠેર ઠેર ગાબડા અને જોખમી વળાંકો

છેલ્લા પાંચ 6 વર્ષથી બહુચર્ચિત ભાવનગર-મહુવા-સોમનાથ ફોરલેન-સીક્સલેન નેશનલ હાઇવેનો તા.30/5/16 નાં કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીનાં હસ્તે સોમનાથ ખાતે શિલાન્યાસ બાદ સાડા પાંચ વર્ષ વિતી ગયા છતાં અત્યંત મંદગતિએ કામ ચાલતા હોવાથી હાલનો અસ્તિવમાં રહેલા જુના હાઇવે પર ઠેર ઠેર પડેલ ગાબડા અને જોખમી વળાંકો વારંવાર અકસ્માતો સર્જાય તેવી સ્થિતિમાં છે.

ભાવનગર-વેરાવળ હાઇવે પર તળાજા નજીક શેત્રુંજીનાં પુલ પાસે આવેલ આ વળાંકની એવી સ્થિતી છે કે પુરપાટ ઝડપે આવતા વાહનચાલકને છેક છેલ્લી ઘડીએ આ વળાંક ધ્યાનમાં આવે છે ઉપરાંત બંન્ને તરફથી આવતા વાહનો છેક વળાંક સુધી એક બીજાને દ્રષ્ટી ગોચર થતા નથી એટલે કોઇપણ સમયે વાહનચાલક સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી દે તેવી સ્થિતી અકસ્માતને નોતરે છે.

તદઉપરાંત તળાજા મહુવા વચ્ચે હજુ સુચીત હાઇવેનાં કામમાં અત્યંત વિલંબ થાય તેવી સ્થિતીમાં હાલનાં જુના અસ્તિત્વમાં રહેલ હાઇવેનાં વળાંકોમાં થતાં વારંવાર અકસ્માતોને અટકાવવા યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોકમાંગ છે

તેમજ તળાજાથી ભાવનગર વચ્ચે હાલનાં હાઇવેનું 80% થી વધુ કામ પૂર્ણ થયા બાદ તેના પર વાહનો પસાર થઇ રહયા તેમાં ત્રાપજ ગામ, તણસા ગામ, ભંડારિયા ગામ તેમજ બુધેલ ગામ નજીક હાઇવેનાં કામો અધુરા હોવાથી ડાઇવર્ઝનનાં નામે આ દરેક ગામ નજીક વાહનોને ખખડધજ રસ્તા પર ચડત ઉતર કરવી પડે છે જે નિવારવા તળાજાથી ભાવનગર વચ્ચે હાઇવેના કામમાં જે કંઇ અડચણ હોઇ તો તે યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરનીને વાહન વ્યવહાર સુરક્ષીત રહે તે પ્રમાણે હાઇવે સંપૂર્ણ કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.

હાઇવે પર આ રહ્યાં જોખમી વળાંકો…
તળાજા નજીક શેત્રુંજીનાં પુલ પાસે આવેલ વળાંકમાં છાશવારે વાહન અકસ્માત અને હેવી વાહનોની ગુંલાટ સર્જાઇ છે. અને પરિણામે થતાં નુકસાન અને લાંબો સમય બંન્ને સાઇડનો ટ્રાફીક ખોરવાઇ જાય છે. ભાવનગર-વેરાવળ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તળાજા હાલ તળાજા નજીક તણસા,ત્રાપજ, પસ્વી, અને બોરડા નજીકનાં જોખમી વળાંકો આ વાહનો માટે સુરક્ષીત રહે તે માટે આજ સુધી હાઇવે ઓથોરીટીએ ગંભીરતા દાખવી અકસ્માત નિવારણનાં સુચારૂ પગલા ભર્યા નથી.

Leave a Reply

Your email address will not be published.