news

અણધારી વિદાય:સ્ટાર્ટઅપ કંપની ‘પંખુડી’નાં CEOનું 32 વર્ષની ઉંમરે હાર્ટ-એટેકથી નિધન થતાં લોકો સ્તબ્ધ, એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

સોશિયલ કોમ્યુનિટી પ્લેટફોર્મ ‘પંખુડી’ અને હોમ રેન્ટલ સ્ટાર્ટઅપ ‘ગ્રેબહાઉસ’ જેવી સ્ટાર્ટઅપની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવનું અચાનક મોત થતાં લોકો સ્તબ્ધ છે. ઉત્તરપ્રદેશના ઝાંસીની રહેવાસી પંખુડીની ઉંમર ફક્ત 32 વર્ષ જ હતી.

32 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ-એટેક અને થયું મોત
પંખુડી શ્રીવાસ્તવનું મોતનું કારણ હાર્ટ-અટેક જણાવવામાં આવી રહ્યું છે. પંખુડીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે શોક સંદેશ જાહેર કરી કહ્યું છે કે 24 ડિસેમ્બરે અચાનક આવેલા હાર્ટ-અટેકને કારણે અમારી કંપનીનાં CEO પંખુડી શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. હાલમાં જ 2 ડિસેમ્બર 2021ના રોજ પંખુડીએ લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

અનેક લોકોને આઘાત
પંખુડીના અચાનક મોતથી સ્ટાર્ટઅપ અને વેન્ચર કેપિટલિસ્ટની દુનિયાના અનેક લોકોને આઘાત લાગ્યો છે, જેમાં પંખુડીની કંપનીઓમાં રોકાણ કરનારા લોકો પણ સામેલ છે. પંખુડીના નિધનને લઈને કલારી કેપિટલના ફાઉન્ડર વાણી કોલા, ઈન્ડિયા કોશન્ટના ફાઉન્ડર આનંદ લુનિયા, સર્જ સહિતના લોકોએ ટ્વીટ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

2012માં બનાવી હતી પહેલી કંપની
પંખુડી શ્રીવાસ્તવે પોતાની પહેલી કંપની Grabhouse 2012માં ઊભી કરી હતી, જેને સિકોઇયા કેપિટલ, કલારી કેપિટલ અને ઈન્ડિયા કોશન્ટે ફંડિંગ કર્યું હતું. આ કંપની લોકોને ભાડે ઘર અપાવવામાં મદદ કરતી હતી. એ બાદ તેને પોતાની કંપની Quikrને વેચી દીધી હતી. એ બાદ તેને ‘પંખુડી’ની શરૂઆત કરી હતી. આ મહિલાઓ માટે સોશિયલ કોમ્યુનિટી નેટવર્કની કંપની છે, જ્યાં મહિલાઓ લાઈમ સ્ટ્રીમિંગ અને ચેટ કરીને કંઈક નવું શીખી શકે છે તેમજ ખરીદી પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.